Home> Gujarat
Advertisement
Prev
Next

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે આજે PM મોદી ગુજરાતના ખેડૂતોને મળશે, જાણો વિગતવાર કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં કચ્છના એક દિવસના પ્રવાસે આવશે. કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે તેઓ કચ્છના કૃષક સમુદાય ઉપરાંત ગુજરાતમાં વસતા પંજાબી ખેડૂતો સાથે પણ મુલાકાત કરશે.

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે આજે PM મોદી ગુજરાતના ખેડૂતોને મળશે, જાણો વિગતવાર કાર્યક્રમ

બ્રિજેશ દોશી, અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં કચ્છના એક દિવસના પ્રવાસે આવશે. કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે તેઓ કચ્છના કૃષક સમુદાય ઉપરાંત ગુજરાતમાં વસતા પંજાબી ખેડૂતો સાથે પણ મુલાકાત કરશે. એક અધિકૃત નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી. નિવેદન મુજબ પ્રધાનમંત્રી કેટલાક પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરશે અને કચ્છના ધોરડોમાં ખેડૂતો અને કલાકારો સાથે સંવાદ કરશે. મુખ્ય કાર્યક્રમ અગાઉ તેઓ કચ્છના ખેડૂતો સાથે  ચર્ચા કરશે. 

fallbacks

આંદોલન કરી રહેલા કિસાનોનો માફી પત્ર વાયરલ, લખ્યું- 'દુખ પહોંચાડવાનો હેતુ નથી, અમારી લાચારી છે'

કચ્છમાં રહે છે 5000 શીખ પરિવાર
રાજ્યના સૂચના વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલી એક પ્રેસ રિલીઝ મુજબ ભારત-પાકિસ્તાન સરહદ પાસે વસેલા ખેડૂતોને પ્રધાનમંત્રી સાથે સંવાદ માટે આમંત્રિત કરાયા છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અને તેની આસપાસ મળીને લગભગ 5000 પંજાબી પરિવાર રહે છે. ઉલ્લેખનીય છે કે નવા કૃષિ કાયદાના વિરોધમાં હજારો ખેડૂતો છેલ્લા બે અઠવાડિયા કરતા પણ વધુ સમયથી  દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 

કાર્યક્રમની વિગતો...

  • પીએમ મોદી બપોરે 1 વાગે ધોરડો પહોંચશે. અહીં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ તેમનું સ્વાગત કરશે. 
  • ધોરડોમાં જાહેર સભા પહેલા પીએમ મોદી ખેડૂતોના ડેલીગેશન ને મળશે
  • વર્ષોથી કચ્છમાં સ્થાયી થયેલા પંજાબી ખેડૂતોને પીએમ મળશે
  • કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ એવા પંજાબી ખેડૂતો સાથે પીએમ સંવાદ કરશે
  • ત્યારબાદ પીએમ ભુજમાં ભૂકંપગ્રસ્તોની યાદમાં બની રહેલા મેમોરિયલ ની મુખ્યમંત્રી રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે.
  • કચ્છી હસ્તકલા ના કારીગરો સાથે મુલાકાત કરશે પીએમ મોદી
  • ટેન્ટ સિટીના વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે પીએમ
  • દરિયાના પાણીને મીઠું બનાવવાના 4 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે પીએમ 
  • સભાસ્થળે કચ્છના ગુંદીયાળી, સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ ના 4 ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે પીએમ મોદી
  • આ ઉપરાંત સૌરઉર્જા અને પવનચક્કી થી 30 હજાર મેગાવોટ વીજળી ઉતપ્પન કરવાના હાઇબ્રિડ એનર્જી પાર્કનું પણ ભૂમિપૂજન કરશે પીએમ મોદી
  • સરહદ ડેરીના 2 લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ પીએમ ભૂમિપૂજન કરશે
  • કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ડેરી પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે પીએમ મોદી
  • ભૂમિપૂજન બાદ પીએમ મોદી જાહેરસભા ને કરશે સંબોધન 
  • સાંજે પીએમ મોદી સ્મૃતિ વન પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન નિહાળશે
  • ત્યારબાદ સફેદ રણની મુલાકાત લેશે પીએમ 
  • સફેદ રણમાં સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્ત નિહાળશે
  • પીએમ મોદી સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે, જેમાં ઓસમાણ મીર અને ગીતા રબારી મારી માતૃભૂમિ થીમ પર પરફોર્મન્સ આપશે
  • સાંજે 7 કલાકે પીએમ મોદી ધોરડોથી રવાના થશે

દિલ્હીની સિંઘુ બોર્ડર પર 32 ખેડૂત સંગઠનો કરી રહ્યા છે પ્રદર્શન 
દિલ્હીની સિંઘુ બોર્ડર પર સોમવારે લગભગ 32 ખેડૂત સંગઠનોના નેતાઓએ કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં એક દિવસની ભૂખ હડતાળ કરી અને દેશના અન્ય ભાગોમાં ખેડૂતોએ આ કાયદાના વિરોધમાં દેખાવો કર્યા. આ બધા વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે સોમવારે ભારપૂર્વક કહ્યું કે કૃષિ ક્ષેત્ર જનની છે અને તેના વિરુદ્ધ પ્રતિગામી પગલું ઉઠાવવાનો સવાલ જ નથી. 

10 સંગઠનોએ કૃષિ કાયદાનું કર્યું સમર્થન, કૃષિ મંત્રી બોલ્યા- UPથી કેરલ સુધી કિસાનો સાથે છે

ખેડૂતો સાથે વાતચીત માટે સરકાર તૈયાર
ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ છે. હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા છે. આવામાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સોમવારે કહ્યું કે ખેડૂતો સાથે વાતચીત માટે આગામી તારીખ નક્કી કરવા સરકાર તેમના સંપર્કમાં છે. તોમરે કહ્યું કે બેઠક ચોક્કસપણે થશે. અમે ખેડૂતોના સંપર્કમાં છીએ. તેમણે કહ્યું કે સરકાર પણ વાતચીત માટે તૈયાર છે. ખેડૂત નેતાઓએ નક્કી કરીને જણાવવાનું છે કે આગામી બેઠક ક્યારે થશે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More